મુંબઈ : ઘરેલુ માર્કેટમાં આભૂષણ વિક્રેતાઓની માંગ ઘટવાને લીધે તેમજ વિદેશના સુસ્ત વલણને લીધે શુક્રવારે દિલ્હી સર્રાફા માર્કેટમાં સોનાની કિંમત 330  રૂપિયા ઘટીને 34,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. અખિલ ભારતીય સર્રાફા સંઘ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઔદ્યોગિક એકમ અને સિક્કા નિર્માતાઓની ઓછી ડિમાન્ડ ને કારણે ચાંદીની કિંમતમાં 300 રૂપિયા ઘટ્યા છે અને આ સાથે એની કિંમત 41,360 રૂપિયા પ્રતિ કિલો રહી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી સર્રાફા માર્કેટમાં 99.9 ટકા તથા 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 330-330 રૂપિયાના ઘટાડા સાથે ક્રમશ: 34,500 રૂપિયા અને 34,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ છે. જોકે ગિનીનો ભાવ 26,600 રૂપિયા પ્રતિ આઠ ગ્રામ પર બંધ થયો છે. સોનાની જેમ જ ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 41,360 રૂપિયા પ્રતિ કિલો તેમજ ચાંદી સાપ્તાહિક ડિલીવરીનો ભાવ 343 રૂપિયા ઘટીને 40,158 રૂપિયા પ્રતિ કિલો રહી ગયો છે. 


માર્કેટ સુત્ર પ્રમાણે ઘરેલુ માર્કેટમાં આભૂષણ વિક્રેતાઓની માંગ ઘટવાને લીધે તેમજ વિદેશના સુસ્ત વલણને લીધે આ ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તર પર ન્યૂ યોર્કમાં સોનું શુક્રવારે ઘટાડા સાથે 1,325.24 ડોલર પ્રતિ ઓંસ રહી ગયું છે તથા ચાંદીની કિંમત ઘટાડા સાથે 15.80 ડોલર પ્રતિ ઓંસ રહી ગયું છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...